DDLJ

“દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” 1995 માં રિલીઝ થઇ ત્યારે મમી પપ્પા જોડે અપર ક્લાસમાં ટિકિટ લઈને લક્ષ્મી સિનેમામાં ફિલ્મ જોઈ હતી. રાત્રે આણંદની ફેમસ નાયલોન પાવભાજી ખાઈને ફિલ્મ જોવા ગયા હતા. સાથે આવેલા કાકાએ જયારે સાથે થમ્સઅપ મંગાવી ત્યારે ખબર પડી કે આ કોમ્બિનેશન પણ ટ્રાય કરવા જેવું ખરું. દસ વર્ષની ઉંમરમાં ખબર નહોતી કે ફિલ્મની મારી લાઈફમાં આટલી અસર કરશે. લાઈફના એક તબક્કે તો એવું લાગ્યું કે સાલું આપણી હાલત પણ ફિલ્મના હીરો રાજ જેવી જ થઇ જશે. આ ટોપિકની ચર્ચા થોડી પછી કરીયે :).

આ ફિલ્મ મેં ઓછામાં ઓછી પચાસ વાર જોઈ હશે. ઘણાને વાંચીને થશે “હેં.. આટલો બધો ટાઈમ ક્યાંથી મળે છે?”. મારા વિષે જણાવું તો મેદાનમાં ઓછું અને ટીવી સામે વધારે બેઠો છું. મને એનો કોઈ અફસોસ નથી કેમ કે લાઈફના તેત્રીસમાં વર્ષે પણ મારો ઇન્ટરેસ્ટ એ જ છે અને એમાં જ કઈંક કરી રહ્યા છે એનો આનંદ પણ છે. આ ફિલ્મના કોઈ એક કેરેક્ટરમાં તમે પોતે જેવા હો અથવા તમે જેવા બનવા માંગતા હોય એવા જોઈ શકો છો. એમ જ થોડી વીસ વર્ષ સુધી મરાઠા મંદિરમાં ચાલે? કોઈ કનેક્શન બને તો કઈ માજા આવેને!!

રાજનું કેરેક્ટર બધાજ વય જૂથને અપીલ કરે એવું છે. એના પહેરેલા કોસ્ચુમ્સ આજે પણ રેલેવેન્ટ છે. એની લાઈફ સ્ટાઇલ લોકોનું ડ્રિમ હોય છે. બાપના પૈસે દુનિયા ફરવા મળતી હોય તો કોણ ના પાડે? જવાબ હાજર છે… હું પોતે… મારા મેરેજ પેહલા મારા પપ્પાએ  મને એકલા વિદેશ ફરવા જવાની ઓફર કરી હતી(દુબઇ કે બેંગકોક) પણ આપણે ના પાડી। પછી મેરેજના ખર્ચામાં બજેટ હાલ્યું તો હજુ મેળ પડ્યો નથી.

રાજ અને એના પપ્પાનો રિલેશનની જેમ જનરેશન ગેપ ઓછી હોય તો લાઈફ કેટલી ઈઝી થઈ જાય છે. બાકી સિમરન અને બલદેવસિંઘ જેવા રિલેશનમાં ખુશી ઓછી અને સેક્રિફાઈસ વધારે હોય છે. ફિલ્મના અંતમાં રાજ પણ સેક્રિફાઈસ કરવા તૈયાર થઇ જ જાય છે. લાઈફમાં એજ મહત્વનું છે સેક્રિફાઈસ કરો પણ પ્રયત્ન ન કરવાનો અફસોસ ન રાખો. काश एक बार कोशिश कर ली होती तो कुछ ओर ही आलम होता|

પ્રેમમાં સ્ટ્રગલ હોય તો મજા આવે. જેમ જયનો રાધા જોડે, પ્રેમનો નિશા જોડે એમ રાજનો સિમરન જોડે. ઘણાની સિચુએશન ડીફીકલ્ટ હોય છે નહીતો અમ્રિશપુરી મળવાના ચાન્સીસ પુરેપુરા હોય છે. એક વાર મારા જીવનમાં એવો વણાંક આવ્યો હતો અને મને પણ લાગ્યું કે બીજા દેશમાં નહીતો બીજા સ્ટેટમાં જઈને મારે પણ રાજગીરી કરવાનો વારો આવશે. પણ.. હાશ… બચી ગયા, બાકી ડંડા પડવાના ચાન્સ પુરા હતા.

ફિલ્મનું આખુ આલ્બમ એટલું મસ્ત છે કે જેવો તમારો મૂડ હોય એમ તમારું ફેવરિટ સોંગ પણ ચેન્જ થાય. મારુ મોસ્ટ ઓફ ઘી ટાઈમ ફેવરિટ સોન્ગ છે “હો ગયા હૈ તુઝકો તો પ્યાર સજના”. સાહેબ… પ્રેમ એકની જોડે જ થયો છે પણ વારંવાર થયો છે. પર્સનલી એક અફસોસ એ રહ્યો કે એ વર્ષનો બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર નો એવોર્ડ એ.આર. રેહમાનને મળ્યો.

હિન્દી ફિલ્મ હોય એટલે થોડા illogical સીન પણ હોવાના. આ ફિલ્મમાં પણ છે. કયો હિન્દૂ પોતાના સુપર સ્ટોરમાં બિયરની બોટલ વચ્ચે લક્ષ્મીની મૂર્તિ રાખે? બળદને બાંધવાનો બેલ કેમ પોતાની બેનને ગિફ્ટ આપે? આપણે ના શીખવા જેવી વસ્તુ પેહલા શીખીએ છીએ. એક્ષ્પ્રેસ વે પર લીફ્ટ માંગવાની આદત સીમરને જ શીખવાડી છે પણ આપડે સારું છે પોલીસ પકડવા નથી આવતી.

અમ્રિશપુરીનો એક ડાઈલોગ છે “મૈને કહા થા, મેરા ભરોસા મત તોડના”. સાલું પચ્ચીસ વાર ફિલ્મ જોયી તો બાબુજી ક્યારે સિમરનને આ ડાયલોગ મારે છે એ ના મળ્યો, છેલ્લે મેકિંગ ની DVD લાવી ને જોઈ તો ડીલીટેડ સીનમાં મળ્યો. રાજના મિત્રો બનતા બંન્ને આગળ જઈને ફિલ્મ ડિરેક્ટર્સ પણ બન્યા. આ ફિલ્મમાં કામ કરતા બીજા બે એક્ટર્સ પરમિત અને અનુપમ ખેર પણ ડિરેક્ટર્સ બન્યા. કદાચ એક ફિલ્મના આટલા બધા કેરેક્ટર્સ ડિરેક્ટર બન્યા એ પણ એક રેકોર્ડ કહેવાય. ફિલ્મના પ્રોડ્યૂસર અને સિનેમેટોગ્રાફર પણ ડિરેક્ટર્સ જ છે એ અલગ વાત છે.

દસ-બાર વર્ષની ઉંમરમાં જયારે ખબર પડી કે ફિલ્મનો ડિરેક્ટર ચોવીસ જ વર્ષનો છે ત્યારે મને નવાઈ લાગી. નાના શહેરમાં લોકોને સારો પગાર મળતા વર્ષો વીતી જાય છે અને આ ભાઈ ડિરેક્ટર બની ગયા. પછી એ પણ ખબર પડી કે રાજ કપૂર અને રમેશ સિપ્પી પણ ત્રેવીસ-ચોવીસ વર્ષે ડિરેક્ટર્સ બન્યા હતા. જેમ મોટા થયા તેમ સમજાયું કે ભાઈ આ તો અલગ જ દુનિયા છે, એના ગણિત પણ અલગ હોય છે.

ઘરમાં પેહલી વાર ઈન્ટરનેટ આવ્યું હતું 2004 માં. હું એન્જીનીઅરીંગમાં ભણતો હતો. તમે નહીં માનો પહેલું  સર્ચ ઈન્ટરનેટ પર આદિત્ય ચોપરાના નામનું કર્યું હતું. એનું એક જ ઇન્ટરવ્યૂ મળ્યું એ પણ indiafm.com પર. કદાચ એના સિવાય એક પણ ઇન્ટરવ્યૂ એને આપ્યું નથી. એટલજે બોલિવૂડમાં એ invisible man તરીકે ઓળખાય છે.

ચોપરા અને જોહર એ એટલું બધું પંજાબી પીરસ્યું છે કે હિન્દી ફિલ્મ પંજાબી ગીત વગર પૂરી નથી થતી. હવે કોઈ ગુજરાતી ફિલ્મ મેકર આવે અને ગુજરાતી રસ પીરસે તો મજા આવે. આમ પણ લોકોને “તારક મેહતાના ચશ્મા”ની બહાર આવવાની જરુર છે.

“Come..Fall in Love”

-Nisarg

Dilwale_Dulhania_Le_Jayenge_poster

Advertisements