વસંતમલ્હાર…!!!

જોઈ હતી એને મારી શેરીમાંથી પસાર થતા,
ઉઠી હતી હૃદયમાં પ્રેમની વમળો જરા;

વિતાવ્યા હતા દિવસો એની એક ઝલકના ઇન્તેઝારમાં ,
જયારે એ હતી સ્કુલમાં અને હું હતો કોલેજમાં;

ના કરી શક્યો અભિવ્યક્ત મારા પ્રેમને વર્ષો સુધી,
છુપાવી બેઠો હતો મારી લાગણીને મૈત્રીની સંદુકમાં;

એક દિવસ ના રાખી શક્યો લાગણીને મારા કાબુમાં,
કરી બેઠો પ્રેમનો ઈઝહાર વસંતમલ્હારમાં…!!!

– નિસર્ગ

Advertisements