મિક્ષ સબ્જી …

ભાઈ કોઈ સમજાવશે જીંદગી શું છે?
ડુંગળીના છોડા છે કે ફુલેવરની ભૂલ ભુલૈયા?
જેટલા છોડા કાઢું એટલા રહસ્યો નીકળે છે..
જેટલા અંદર પડીએ એટલા રસ્તા મળે છે..

ભીંડા જેવી ચીકણી છે કે મરચા જેવી તીખી?
જેટલી કાપુ એટલી સરકી જાય છે,
જેટલા હાથ ધોવું એટલી આંખે લાગે છે,

સક્કારીયા  જેવી મીઠી છે કે કરેલા જેવી કડવી?
સુખમાં સારું સારું લાગે છે,
ને દુઃખમાં ભૂલી જવા જેવું લાગે છે..

અરે ભાઈ આતો  મિક્ષ સબ્જી છે,
જેને જે સ્વાદ ગમતો હોય એ સમજી ને ખાય …..

– નિસર્ગ