સૌન્દર્ય

ગરમીનો વરસાદ કઈ અલગ છે,
તડકામાં કુદરતનું સૌન્દર્ય ર્અદભુત  છે,
ધૂળથી નહાયેલા વૃક્ષો સોનાના વરખથી મઢેલા છે,
સુકાયેલા જળાશયો પાણીને ભજે છે,
કોરું આકાશ વાદળની ચાદર તરસે છે,
કેરીનો રસ જીવનમાં અમૃત રસ બનીને ઝરે છે,
પરસેવાથી ભીંજાયેલી ગોરીની ચુંદડી એના રૂપને આકાર આપે છે….
                                                                 –  નિસર્ગ
Advertisements

વરસાદ આવ્યો

જો ફરી એક વરસાદ આવ્યો,
પ્રેમીના દિલ ની વાત કેહતો એક સંદેશ લાવ્યો,
ઝરૂખામાં ઉભા રેહતા પ્રેમની તડપ જગાવતી એક વાછટ લાવ્યો,
રજાઈમાં સંતાઈને દિલનો દરવાજો ખોલતો પ્રેમ લાવ્યો,
વિરહની વેદનાને વાચા આપતી મૌસમ લાવ્યો,
જો ફરી એક વરસાદ આવ્યો…!!!!
– નિસર્ગ

વંચિત

પેહલા વરસાદની ઠંડી નો એહસાસ ,
“ક્યાં છે તું દિલબર ?” મારા દિલ નો એક જ અવાજ ;
હજુ પણ શોધું છુ તને ,
ત્યાં જ ચડી આવ્યો ફરી એક મૌસમ વરસાદ;
નથી સમજાતું દિલ મારું બેચેન કેમ છે,
વરસાદ ની ભીનાશમાં તું કોરો કેમ છે;
વૃક્ષો પણ ધોવાઇને ખીલી ઉઠ્યા ,
ના જાણે તું પ્રેમની વાછટથી વંચિત કેમ છે?
                                                – નિસર્ગ

इंतज़ार

चाँद निकलता है सूरज के इंतज़ार में ,
मेरा चाँद तो निकलता है अपने यार के इंतज़ार में,
लीजिये फिर सुबह हो गई एक सुहानी शाम के इंतज़ार में !
                                                                          – निसर्ग

આહ્હ…!!!

વરસાદ પડે છે આ ગરમી નો દિલ માં ઉઠે છે એક ‘આહ્હ…!!!’ ,
હું તો રાહ જોઉં છુ એ વરસાદ ની જયારે દિલ માં ઉઠે એક ‘ચાહહ…!!! ‘;
કહું છુ આ તપતા સુરજ ને જલ્દી છુપાઈજા આકાશ માં,
રાહ જુએ છે મારો દિલબર એના આશિક ની તલાશ માં…..

                                                                      – નિસર્ગ

Parichay

Ek bhul kari betho chu,

Jane hun kya jai chadyo chu;

Duniya ni bhid ma jane kya bharai padyo chu?

Nathi janto aa jivan mane kya lai jai rahyu che,

“Software” ni duniya ma “Bug” bani ne jivi rahyo chu,

Anekwar “Debug” karva chata ek j “Exception” fenki rahyo chu,

Duniya ni bhid ma jane kya bharai padyo chu?

Nathi gamto aa swaad jivan no,

Ghar nu bhojan chodi laariwala ni bhel aarogi rahyo chu,

Duniya ni bhid ma jane kya bharai padyo chu?

Kya gayo ea “Tu” je Nisarg ma jivato hato,

Nani nani vaato mathi khusi medavto hato,

Bhulai gayu che ea badhu jivan ni bhaaga-daud ma,

Duniya ni bhid ma jane kya bharai padyo chu?